હમસફર
હમસફર
લાગણીઓ એટલી ઉભરાઈ રહી છે,
નિ:શબ્દ થઈ મલકાઈ રહી છે.
ખજાનો અદ્દભુત હાથ ચઢ્યો છે,
સાથ વિતાવેલી ક્ષણોની સાથ;
ખુદ કરતાં પણ તુજમાં વિશ્વાસ વધ્યો છે!
ઉપકાર ઈશ્વરનો એટલો થયો છે;
કે મુજને તું હમસફર મળ્યો છે.
સમર્પણ ભાવ મુજ આપોઆપ વધ્યો છે ;
પ્રેમ અને મર્મનો અદ્દભુત તું સંગમ..
તુજ થકી અમ જીવનપથ ઉજળો છે.
વિતી રહ્યા વર્ષો વેગે; સમય સદા સાથ રહ્યો છે;
હાથ-પગની મહેંદી ય હવે ધીમે-ધીમે કેશ ચઢી છે.
તેર આજ તરી લીધા છે સંગાથે,
આપણી લાંબી મજલનો;
તું કૃષ્ણ સમો સારથિ થયો છે.
શુભાશિષ હંમેશ આપે ઈશ તુજને;
બસ, એ જ સદા મારા કોડ રહ્યા છે.