STORYMIRROR

Purnendu Desai

Romance

4  

Purnendu Desai

Romance

સ્પંદન

સ્પંદન

1 min
23.8K

લાગણી તો છે જ ને,

ઘણી રીતે વ્યક્ત પણ કરો છો,

સ્પંદનો પહોંચે છે તમારા,

મારા સુધી એટલો યાદ તો કરો જ છો.


આપો છો જ્યારે તમે,

ત્યારે બેહિસાબ જ આપો છો,

પણ એ આપવામાં તમે,

હંમેશા વાર બહુ લગાડો છો.


સમજો છો બધું તમે,

છતાં મક્કમ તમારી વાત પર જ રહો છો,

સારું છે,એક પાગલને,

ધીરજ ના પાઠ એમ શીખવો છો.


જાણું છું સમય ને,

એનું કામ કરવા દેવામાં તમે માનો છો, 

બસ ધ્યાન એટલું રાખ જો 'નિપુર્ણ' કે,

તમે કોઈના શ્વાસ ઉધાર રાખો છો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance