મિલન
મિલન
1 min
456
ચાલ આજના આ મિલનને,
યાદગાર બનાવીએ,
સમય ભલે હોય થોડો,
પણ એને એમ જ વિતાવી દઈએ.
ક્ષણોને વીતવા દેવા કરતા,
ચાલ આજ એ ક્ષણોમાંજ ઓગળી જઈએ,
છીએ જો એકમેકના આગોશમાં આજે તો,
ચાલ, આ પૂંજીને જરા વાપરી પણ લઈએ.
બહુ વિતાવ્યું ને વિતાવશું જીવન 'નિપુર્ણ'
જવાબદારીઓ માટે,પાછા નહિ પડીએ,
પણ આજ ફક્ત તું મારી ને હું તારો,
બીજા બધાને ભુલાવી દઈએ.