ટેવ પડી
ટેવ પડી


સંબંધોને દિલમાં રાખવાની ટેવ પડી,
ને પછી એમ જ વેહમાઈ જવાની ટેવ પડી.
અમે તો એમ જ ચાહતા રહ્યા બધાને દિલથી,
ને માસૂમ દેખાતા ચેહરાની આડમાં છેતરાઈ જવાની ટેવ પડી.
નથી હોતી આજે કોઈને કોઈની ફિકર તેમ છતાં,
લાગણીનાં બે મીઠા બોલમાં ફસાઈ જવાની ટેવ પડી.
જોયા અનેક ચેહરાઓને - તેની નજરોને પણ છતાં,
એ ચેહરા અને એ નજર જે દિલમાં છે તેને જ શોધવાની ટેવ પડી.
આવે છે ઘણા - ઘણા નામો જીભ ઉપર તેમ છતાં,
એક જ નામ લઈ હરખાઈ જવાની ટેવ પડી.
ખોયું છે ઘણું જ અણસમજ અને નાદાની ના વર્તનમાં,
હવે મળે છે તેને સમજણથી પામવાની ટેવ પડી.
રડી લીધું સંબંધો અને જાણીતા ચહેરા જોઈને,
હવે હસતા ચહેરા અને એ નાજુક સંબંધોને દિલમાં રાખવાની ટેવ પડી.
ને ફરી એ જ સંબંધોને દિલમાં રાખવાની ટેવ પડી....
ટેવ પડી...!