મારે મને તમે
મારે મને તમે
તમે વરસો એમ કે
મારે તમારી સાથે ભીનું થવું છે.
તમે તરસો એમ કે
મારે તમારી પ્યાસ બુઝાવવા નદી બનીને વહેવું છે.
તમે સમજાવો એમ કે
મારે તમારી સમજણ બનવું છે.
તમે ખોવાવ એમ કે
મારે લાગણીના દરીયામાં સરનામું બનવું છે.
તમે વાંચો એમ કે
મારે કાવ્યની પંક્તિમાં એહસાસ બનવું છે.
તમે આપો એમ કે
મારે તમારામાં જ તરબતર રહેવું છે.
તમે કરો પ્રેમ એમ કે
મારે એ પ્રેમના સાનિધ્યમાં જ વહેવું છે.

