તમન્ના
તમન્ના


તમન્ના છે તારી સાથે,
જીંદગી જીવવાની,
તમન્ના છે તારા સાથ સંગાથની,
તમન્ના છે મારા દરેક સપના અને,
તારી દરેક જીદ્દ પુરી કરવાની
તમન્ના છે મુશ્કેલીના સમયમાં,
તારા સાથની,
તમન્ના છે મારાં દરેક નિર્ણયમાં,
તારા સહયોગની
તમન્ના છે તારી આંખોમાં,
મારો ચહેરો જોવાની,
તમન્ના છે વરસતા વરસાદમાં તારા હાથમાં,
મારો હાથ પોરવી પલળવાની,
તમન્ના છે આ જિંદગીની તમન્ના.