જંતર
જંતર
સોળ વરસનું સરવડું વરસ્યું ને,
ઝણઝણી રહયું જંતર અજાણ્યું.
અજાણી પ્રિતને,અજાણી રીતથી,
મારું ભોળું પારેવડું મુંઝાંતું.
ગીત મધુરું ને ગીત સુરીલું તોય,
રુદીયું તો ફડફડતું મુંજાતું.
મોર, કોયલ ને ભમરો સમજાવતું,
આ તો પ્રેમનું ગીત છે ગવાતું.
રાધાને સમજ તો સમજાઈ જશે,
આ માહે નવતર જંતર શું વાગતું ?
વહાલનું ગીત કે પ્રેમનું ગીત,
એ સર્વેની અંદર સમાતું !

