Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Romance Inspirational

4  

Falguni Rathod

Romance Inspirational

પ્રિયતમ સંગાથ

પ્રિયતમ સંગાથ

1 min
273


વાદળાઓ આભમાંથી એવા અજબ ચઢીને આવ્યાં,

નક્કી ઝરમર વરસાદ પડવાના એંધાણ લાવ્યાં !


સૂની સૂની ધરતીમાં આજ આનંદના ફુવારા ફૂટ્યાં,

બીજના અંકુરિત થવાના સપનાંઓ સાકાર લાગ્યાં !


ઘનઘોર વાદળિયાં મહીં વીજળીના કડાકા ભળ્યાં, 

મનની ભીતર સોનેરી યાદોનાં અરમાનો મળ્યાં !


નવપલ્લવિત સૃષ્ટિ તણાં અદ્ભૂત નજારા ખીલ્યાં,

માટી મહેક દિલમાં વસાવવાના દિવાના જડ્યાં !


મુજ હૈયામાં વર્ષોનાં વિયોગના બંધ દ્વારો ખુલ્યાં,

પ્રિયતમ સંગાથ મિલનની તડપનાં અણસાર ફળ્યાં ! 


Rate this content
Log in

Similar gujarati poem from Romance