STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

ભીંજવે મને

ભીંજવે મને

1 min
345

વરસાદ બનીને વાલમ ભીંજવે મને,

ફરિયાદ કરીને વાલમ ભીંજવે મને,


હું તો સાવ ગભરુને બહાવરી બની ગૈ,

મેઘગર્જના કરીને વાલમ ભીંજવે મને,


આભે ઝબકારા કરીને ફોટા પણ પાડે એ,

વીજ ચમકારા કરીને વાલમ ભીંજવે મને,


ઓલ્યો સૂરજ સંતાઈ ગયો ફરિયાદ કોને ?

આભેથી જળધારા કરીને વાલમ ભીંજવે મને,


અલી સખી પ્રેમમાં પજવવાનું પણ આવે ?

વસતરને બિચારાં કરીને વાલમ ભીંજવે મને,


ખૂબ વરસી વરસીને જાણે ઠારી દીધી મને,

વહેતાં નીર એકધારાં કરીને વાલમ ભીંજવે મને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance