Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Katariya Priyanka

Romance

4  

Katariya Priyanka

Romance

એ ગમશે મને

એ ગમશે મને

1 min
277


ન જોઈએ ઘડીક ધોધમાર પછી અવિરામ અકાળ,

માત્ર પ્રેમની ઝરમરતી હેલી હશે, એ ગમશે મને,


ન જોઈએ કસમો વાયદાઓનો ખોટો ઢંઢેરો,

મૌન રહી વ્હાલ કરતો રહીશ તોય ગમશે મને,


ન જોઈએ ક્ષણનો સાથ પછી અમાપ ઇન્તજાર,

તારી તસ્વીર તકદીર બની સંગે રહે, એ ગમશે મને,


ન જોઈએ એવો પ્રેમ જેમાં સાબિતીઓ આપવી પડે,

તું મારી આંખોમાં રહેલી ચાહત વાંચે, એ ગમશે મને,


ન જોઈએ માત્ર મીઠી વાતો, વખાણો કે વ્હાલ જ,

કદીક મારી ભૂલો પર ઠપકો આપશો, એ ગમશે મને,


ન જોઈએ એવી કોઈ ખુશી, જેમાં તું સાથે ન હોય,

તારી પીડાની ભાગીદાર બનાવીશ, એ ગમશે મને,


ન જોઈએ મોંઘી ભેટો, ગુલાબો કે પ્રેમપત્રો,

હેતની હેલીમાં ભીંજવતા રહેશો, એ ગમશે મને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance