STORYMIRROR

Jignesh christi

Romance

4  

Jignesh christi

Romance

યાદ છે તમને

યાદ છે તમને

1 min
269

વરસાદ માં થયું હતું મિલન, યાદ છે તમને ?

મળ્યા હતા આપણા નયન, યાદ છે તમને ?


જીવીશું સાથે ને મરીશું પણ આપણે સાથે જ,

આપ્યા હતા એકબીજા ને વચન, યાદ છે તમને ?


પુસ્તકો તો ઘણાય વાંચે છે, વાંચવા ખાતર જ તો,

પણ તમે વાંચ્યું હતું મારુ મન, યાદ છે તમને ?


છુટા પડવાની ક્ષણે આંખો ભીની હતી બંનેની,

કેટલું કર્યું હતું બંને એ રુદન, યાદ છે તમને ?


વિયોગની વાત જ આપણને હચમચાવી નાખતી હતી,

નામે કર્યું હતું "સંગત" બંને એ જીવન, યાદ છે તમને ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance