STORYMIRROR

Jignesh christi

Others

4  

Jignesh christi

Others

દફનાવી નથી શકતો

દફનાવી નથી શકતો

1 min
416

મને છે કેટલો અફસોસ સમજાવી નથી શકતો,

તમે આવી નથી શકતા, હું બોલાવી નથી શકતો,


ઊભો છું બારણે એના છતાં મળવાનો ડર લાગે,

શું કહેશે એ વિચારે દ્વાર ખખડાવી નથી શકતો,


વચન એને મેં આપ્યું છે સદા હસતા જ રહેવાનું,

દુઃખી હોવા છતાં હું આંસુને લાવી નથી શકતો,


સખત મહેનતથી કિસ્મત પણ અહીં પલટાય છે દોસ્તો,

છું એ મજદૂર જે તકદીર પલટાવી નથી શકતો,


મને હેરાન કરવાનો વિચારી તું કસોટી લે,

ઘણું દુઃખ થાય છે તું હરવખત ફાવી નથી શકતો,


અહમ આડે અહીં આવે છે મારો ઓ ખ઼ુદા કેવો,

ફકીરી હાલ છે ને હાથ ફેલાવી નથી શકતો,


તમારો સાથ માંગુ છું ફકત તો એટલે "સંગત",

છે મારી મજબૂરી હું ખુદને દફનાવી નથી શકતો.


સામગ્રીને રેટ આપો
લોગિન