STORYMIRROR

Jignesh christi

Others

3  

Jignesh christi

Others

શહાદત એળે ગઈ છે

શહાદત એળે ગઈ છે

1 min
141

બધું જોઈને લાગે છે દેશની હાલત એળે ગઈ છે,

ઘણી વાર થાય છે કે શહીદોની શહાદત એળે ગઈ છે,


દેશની રક્ષા કાજે કાંઈ કેટલાએ કુરબાની આપી,

પણ હવે લાગે છે દરેકે દરેક બાબત એળે ગઈ છે,


વરસો થઈ ગયા આપણી દુશ્મનાવટ ને ખ઼ુદા છતાં પણ,

તું કાંઈ બગાડી શક્યો નથી તારી અદાવત એળે ગઈ છે,


કરે છે બધાંય પ્રેમ આ દુનિયામાં પણ નિભાવતા નથી,

મને એવું લાગે જગતમાં બધાની મહોબત એળે ગઈ છે,


ખ઼ુદા તું પણ થોડા થોડા મારે છે અમને તેથી જ "સંગત",

મને હવે લાગે છે તારી કયામત એળે ગઈ છે.


Rate this content
Log in