STORYMIRROR

Jignesh christi

Tragedy Others

4  

Jignesh christi

Tragedy Others

યાદ આવે છે

યાદ આવે છે

1 min
275

ઝરૂખો જોઉં છું જયારે મને એ સમય યાદ આવે છે,

આપણો એ ભૂલાઈ ગયેલો વિષય યાદ આવે છે,


તુંં છૂપાઈને એ ઝરૂખામાંથી મને કાયમ જોયા કરતી,

ઝરૂખો દેખાતા ફરીથી એ આપણો પ્રણય યાદ આવે છે,


તું સાથે હતી તો સિતારો કાયમ બુલંદી પર રહ્યો,

ઝરૂખાને જોઈ મને મારો સૂર્ય ઉદય યાદ આવે છે,

 

કાંઈ કેટલાય પ્રશ્નોના ઉત્તર મેળવી લીધા'તા આપણે,

સ્હેજ દુઃખ આવતા મને છોડવાનો નિર્ણય યાદ આવે છે,


ફરીથી દિલ કોઈની સાથે હું લગાવી શકતો નથી "સંગત"

કેમકે પહેલા મને મારું તૂટેલું હૃદય યાદ આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy