Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignesh christi

Others

4  

Jignesh christi

Others

વતન ક્યાં છે

વતન ક્યાં છે

1 min
406


જીવન સમજી શકે માનવ, અહીં એવું જીવન ક્યાં છે,

કરે જે આપણા દુઃખ દૂર કાયમ એ સ્વજન ક્યાં છે ? 


ઈશારાને ઈશારામાં ઘણું સમજી જતાં પહેલાં,

હવે સમજે ઈશારાને ભલા એવા નયન ક્યાં છે ?


અહીં તો જાન આપી દેતા એ પોતાના પ્રણ ખાતર,

હવે પાળી શકે એવા ખરા, સાચા વચન ક્યાં છે ?


મરણને બાદના ડરથી જીવન સરખું નથી જીવ્યા,

હવે છે જીવવું તો લોકને પૂછે જીવન ક્યાં છે ?


ધરા પર હું ટકી શક્યો છું એનું એ જ છે કારણ,

મને એવી નથી કાંઈ ખબર મારું ગગન ક્યાં છે ?


ગઝલ લખવી હતી મારે બધા માટે છતાં " સંગત"

બધા વાંચી શકે આ એટલું સુંદર કવન ક્યાં છે ?


કરે મા ભોમની રક્ષા જે જીવના જોખમે તો પણ,

નથી એ જાણતા કે એમનું સાચું વતન ક્યાં છે ?


કબર ને રાખવી છે મારે એની બાજુમાં " સંગત "

મને આપો ખબર કે આટલામાં એ દફન ક્યાં છે ?


વધે છે લાશની શોભા અહીં જેનાથી ઓ "સંગત,"

મને કોઈ બતાવો એટલું સારુ કફન ક્યાં છે ?


Rate this content
Log in