STORYMIRROR

Jignesh christi

Tragedy Others

4  

Jignesh christi

Tragedy Others

સમય ક્યાં છે કોઈને

સમય ક્યાં છે કોઈને

1 min
235

આમ જુઓ તો અહીંયા, સમય ક્યાં છે કોઈને,

બીજાનું દુઃખ સમજી શકે એવું, હૃદય ક્યાં છે કોઈને,


નથી ડરતા ઈશ્વર તારાથી કોઈ અહીંયા તો,

પોતાના દુષ્કર્મોનો પણ, ભય ક્યાં છે કોઈને,


ચલો માની લઈએ વિશ્વ ફલકના લોકો ન ઓળખાય,

આસપાસના લોકોનો પણ, પરિચય ક્યાં છે કોઈને,


સૌ માને છે કે તું કરીશ એ સારું જ હશે ને તો પણ,

અહીં સાચે જ માન્ય તારો નિર્ણય ક્યાં છે કોઈને,


કરે પરસ્પર બધા એકબીજા સાથે સમય જ પસાર તો,

ખરેખર "સંગત" એકબીજા સાથે, પ્રણય ક્યાં છે કોઈને.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy