STORYMIRROR

Jignesh christi

Others

4  

Jignesh christi

Others

વે'વાર સમજીને

વે'વાર સમજીને

1 min
245

દીધો છે ઠાલવી મારાં હૃદયનો ભાર સમજીને,

તમે પણ સાંભળી લેજો કથાનો સાર સમજીને,


તમે નફરત કરો છે જાણતો હોવા છતાં "સંગત"

જીવન આખું જીવી નાખ્યું અમે તો પ્યાર સમજીને,


ન કરશો આપ જગજાહેર મારાં એ દુઃખોને આમ,

કહ્યા'તા જે ફકત તમને જ મારાં યાર સમજીને,


હવે છેલ્લી ઘડી છે આવી જાઓને મને મળવા,

બીજું કાંઈ નહીં તો આવજો વે'વાર સમજીને,


ન જોશો રાહ કોઈની તમે અંતિમ વેળા પર,

દફન વહેલા કરી નાંખો જગત પર ભાર સમજીને,


ફકત છે એટલી ઈચ્છા અહીંયા આખરી મારી,

મને તૈયાર કરજો બસ કોઈ તહેવાર સમજીને,


રડાવ્યા જિંદગી આખી મેં તમને તે છતાં "સંગત",

જરાં રડજો કબર પર આવી છેલ્લી વાર સમજીને.


Rate this content
Log in