STORYMIRROR

Jignesh christi

Others

4  

Jignesh christi

Others

બધા ઈશ્વર નથી હોતા

બધા ઈશ્વર નથી હોતા

1 min
331

ભલા જે હોય છે દિલના બધા સુંદર નથી હોતા,

જગત રોશન કરે છે એ બધા દિનકર નથી હોતા.


મરે છે હર ઘડી મજબૂર એ લોકો હશે કેવા,

નહી તો રોજ મરવાના બધા અવસર નથી હોતા.


વિચારો કેટલો બોજો વહે છે એમના શિરે,

ઘણા દેખાય છે એવા બધા પગભર નથી હોતા.


સવાલો છે જીવનના અટપટા સઘળા અને તેથી,

અહીં તો આપણા સાચા બધા ઉત્તર નથી હોતા.


ઘણા મારાં જ જેવા છે કરે છે જે ગુના ભારે,

અહીં ઇલ્ઝામ દુનિયાના બધા મુજપર નથી હોતા.


બને ભગવાન એવા ખુશનસીબો છે અહીં થોડા,

નસીબે એટલા બળિયા બધા પથ્થર નહી હોતા.


ડરે છે કેટલા લોકો મરણને બાદની બીકે,

નમાવે એ ભલે માથા બધા આદર નથી હોતા.


અહીં બે પાંચ છે નામો અમરપટ લઈને જે આવ્યા 'તા,

અહીંયા આવનારા આ બધા જ અમર નથી હોતા.


લખાવે છે ઘણા કિસ્મત ખ઼ુદા પાસે જ બેસીને,

મળે બિરબલ મળે ગાદી બધા અકબર નથી હોતા.


ખ઼ુદા બનવું છે સઘળાને જગતના ઝેર પી લઈને,

છતાં જે ઝેર પીવે એ બધા શંકર નથી હોતા.


દુઆઓ ના કરો ત્યાં હાથ ફેલાવી તમે "સંગત",

અહીં આ તીર્થસ્થાનો માં બધા ઈશ્વર નથી હોતા.


Rate this content
Log in