એ મુલાકાત યાદ છે હજી
એ મુલાકાત યાદ છે હજી
1 min
361
મને આપણી આખરી એ મુલાકાત, યાદ છે હજી,
તમે ધીમેથી કરેલી મને એ વાત, યાદ છે હજી,
તમે મધદરિયે છોડીને ચાલ્યા ગયા 'તા મને,
હૃદય પરનો એ ઊંડો આઘાત, યાદ છે હજી,
અભિમાન હતું તમને એ મારાં સ્મરણમાં જ છે,
અને મારી હતી સાવ સામાન્ય ઓકાત, યાદ છે હજી,
તમે સરળતાથી જે ફાવે તે કહી શકતા બધાને,
ને મારી ધીરગંભીર રજૂઆત, યાદ છે હજી,
તમને મંઝિલ મળી જતા અચાનક ચાલ્યા ગયા "સંગત",
મારે મંઝિલને મારવાની બાકી છે લાત, યાદ છે હજી,
