STORYMIRROR

Jignesh christi

Others

4  

Jignesh christi

Others

આટલી નાની કબર માટે

આટલી નાની કબર માટે

1 min
372

તમારો સાથ ઝંખું છું જીવન કેરી સફર માટે,

તરસ્યો છું જીવનભર આપની મીઠી નજરમાટે.


જે કાંઈ પણ સવાલો હોય તેને દૂર કરી દેજો,

જગા રાખી નથી સ્હેજે અગર માટે, મગર માટે.


કરું છું હું વિનંતી તમને ના ચિંતા કરો મારી,

પછી આભાર મારે માનવો પડશે ફિકર માટે.


અમરપટ આપવું હો તો તું તારી રીતે આપી દે,

તને કોઈ નથી અરજી હું કરવાનો અમર માટે.


નજર લાગી ગઈ કોની એ સમજાતું નથી કાંઈ,

ખ઼ુદા તું કે શું કરવાનું અહીં મારે નજર માટે.


દુઆઓ કેટલી માગી જગતભરની ખુશી માટે,

નથી માંગ્યું છતાં પણ કાંઈ મેં મારાં જ ઘર માટે.


ઉથલ પાથલ ઘણી કીધા પછી સમજાયું એ "સંગત",

હતી આ દોડ મારી કેટલી નાની કબર માટે.


Rate this content
Log in