STORYMIRROR

Jignesh christi

Others

3  

Jignesh christi

Others

તારી યાદ આવે છે

તારી યાદ આવે છે

1 min
193

શરૂ થાય વરસાદની મોસમ, તારી યાદ આવે છે,

ઘણુંય યાદ હોય છે પણ પ્રથમ, તારી યાદ આવે છે,


તને થતું હશે કે બસ એમ જ વાતો કરે છે એ,

પણ સાચું કહું તારા સમ, તારી યાદ આવે છે,


તને યાદ કેટલી કરું છું એના વિશે શું કહું,

બસ હરઘડી અને હરદમ, તારી યાદ આવે છે,


હરિફોનું કામ કાયમ જખ્મો પર મીઠું ભભરાવવાનું,

જોઉં છું કાંઈ પણ મલમ, તારી યાદ આવે છે,


પ્રેમથી જ બાકીના જીવનના વર્ષો કાઢી લેવા છે મારે,

સાચું કહું છું મારાં પ્રિયતમ, તારી યાદ આવે છે,


ગઝલ લખુ છું હું મારાં પૂરતી જ "સંગત" પણ,

જયારે હાથમાં લઉં છું કલમ, તારી યાદ આવે છે.


Rate this content
Log in