રહી શકાતું નથી
રહી શકાતું નથી
દિલમાં ઘણું છે પણ તે બધું વર્ણવી શકાતું નથી,
વરસાદની જેમ ધોધમાર હવે વરસી શકાતું નથી.
લાગણીના બંધનો બાંધ્યા પછી છૂટી શકાતું નથી,
પ્રિયતમની યાદમાં મનભરીને હવે રડી શકાતું નથી.
હૃદયના ઝખ્મો પર મલમ લગાવી શકાતું નથી,
દુઃખ તારાથી દૂર થવાનું હવે જીરવી શકાતું નથી.
હું મૌન બની બેઠી છું, શબ્દોમાં કહી શકાતું નથી,
કલમ મારી ઉપાડું છું પણ હવે લખી શકાતું નથી.
મિલનની રાહમાં આ હૈયું હળવું કરી શકાતું નથી,
લાગણીની ભીનાશમાં હવે ભીંજવી શકાતું નથી,
વિરહ લાગે કપરો, મુજથી આ સહી શકાતું નથી,
'પ્રવાહ' એકલું નિર્બળ બની હવે રહી શકાતું નથી.

