STORYMIRROR

Katariya Priyanka

Romance

4  

Katariya Priyanka

Romance

થોડુ સમજાવને

થોડુ સમજાવને

1 min
313

થોડું સમજાવને, આ આંસુઓને,

આમ, આંખોનો ઉંબરો ઓળંગ્યા ન કરે.


થોડું સમજાવને,  હૃદયની વેદનાઓને,

આમ, ધડકન બની ધડક્યાં ન કરે.


થોડું સમજાવને, આ રાહ જોતા નયનોને,

ઇન્તજારમાં ચાતક બની ત્રાટક ન કર્યા કરે.


થોડું સમજાવને, વાતો કરવા સળવળતા હોઠોને,

મનમાં ને મનમાં એકલું જ સંવાદ ન રચ્યા કરે.


થોડું સમજાવને, મારાં આ પાગલ મનને,

તારા ગુસ્સાને ગ્રીષ્મ સમજી,

ગુલમ્હોર બની જાતને શણગાર્યા ન કરે.


થોડું તો સમજાવ "સરગમ"ને

તને મનાવવા દિલની વાતો કવનમાં લખ્યા ન કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance