સ્નેહની બૂંદાબાંદી
સ્નેહની બૂંદાબાંદી
અવિચળ સદા મારો સ્નેહ પથ્થરની લકીર જેવો રહ્યો
રચી વરસાદની બૂંદાબાંદી ચટ્ટાનોનાં દેહ પીગાળી રહ્યો
મારી યાદની ઝરમર આપના હૈયે મેહુલો વરસાવી રહ્યો
હતું એ મિલન અપ્રતિમ, ઉત્સાહે ધરાને જણાવી રહ્યો
મેઘધનુષી રંગોળીમાં પ્રેમ આપણો આકાશે સજી રહ્યો
પ્રથમ પ્રેમનાં અમીછાંટણે માટીની સુગંધમાં ભળી રહ્યો
વહી જશે વિયોગ પળમાં એ વાદળ સંગ કહાવી રહ્યો
વેદનાનાં અશ્રુજલ એટલે તો અનરાધાર ઠાલવી રહ્યો
વરસાદ તો મુગ્ધ હૃદયે યાદનાં તાર ઝણઝણાવી રહ્યો
'દીપાવલી' નાં મિલનને વિયોગની ફલશ્રુતિ ઠરાવી રહ્યો

