STORYMIRROR

ધારા આહીર "પ્રવાહ"

Romance

4  

ધારા આહીર "પ્રવાહ"

Romance

સમજી શકીશ ?

સમજી શકીશ ?

1 min
323

મૌન રહીશ હું તો તું સમજી શકીશ ?

આંખમાં જોઈ દર્દ મારું કહી શકીશ ?


પાસે ન હોવ હું તો યાદ કરી શકીશ ?

વરસાદની જેમ રોજ તું વરસી શકીશ ?


પરિભાષા પ્રેમની અહીં વર્ણવી શકીશ ? 

ઝખ્મો પર પ્રેમનું મલ્હમ લગાવી શકીશ?


હૈયાનો હાલ કહ્યા વગર સમજી શકીશ ?

બંધનો બાંધ્યા દિલથી નિભાવી શકીશ ?


ઈચ્છા હોય મિલનની તો મને મળી શકીશ?

જીવનભર મારો હાથ પકડી ચાલી શકીશ ?


અણજોતી મુશ્કેલી આવે તો ટાળી શકીશ ? 

જિંદગીભર સાથે રહેવા સંઘર્ષ તું કરી શકીશ ?


બની મારો જ કાયમ"પ્રવાહ"તું રહી શકીશ ? 

અધ્ધવચ્ચે વિયોગ આવે તો તું સહી શકીશ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance