વિરહની વેળા
વિરહની વેળા


આકાશમાંથી જાણે, વરસે છે અગનગોળા,
બધાંજ ત્રાહીમાન પોકારી ઊઠયા પશુ પંખી ભોળા,
આવ વરસાદ ને ધરતીની છિપાવી દે તરસ,
મેહુલિયો તારી વાટ જોતા થઈ ગયું વરસ,
વરસ્યો વરસાદ અને તૃપ્ત થઈ ધરતી,
મોરલાના ટહુકા સાંભળી યાદ આવ્યો ચિત્તચોર,
પ્રિયતમ તારા વિયોગમાં ઝુરૂ છું દિનરાત,
તને યાદ કરી વિતાવું છું વિરહમાં દિનરાત,
મારી આ વિયોગ વેળાએ હૃદયમાં જાગી મિલનની આસ,
હે પ્રિયતમ તું વહેલો વહેલો આવી થામી લે મારો હાથ,
ઝરમરીયા વરસાદમાં પ્રિયતમ તને પાડું છું સાદ,
તું પ્રેમમાં એકાકાર થઈ નિભાવ મારો સાથ.