STORYMIRROR

THUTAN sʜᴜʙʜᴀᴍ

Romance

4  

THUTAN sʜᴜʙʜᴀᴍ

Romance

મિલનની આસ

મિલનની આસ

1 min
375

મને લાગી લગન તારા પ્રીતની,

હેતે ઊભરાઈ યાદ મારા મીતની,


વિયોગમાં પણ યોગી બની સાધના કરૂં છું,

મિલન થશે એ વાતને ઝંખ્યા કરૂં છું,


વાદળોનો સાંભળી અવકાશમાં નિનાદ,

મારાં યૌવનમાં જાગ્યો છે ઉન્માદ,


અવકાશના વરસતાં મેઘ સંદેશો આપજો મારા પિયુને,

વરસાદની જેમ પ્રેમરૂપી વરસી ટાઢક પહોંચાડ મારા મનને,


દિલના વહાણે પ્રેમરૂપી સાગરમાં જોવું છું વાટ,

આવીને હેતના હલેસાં મારી ઉતારી દે સાગર પાર,


તું આવીને પ્રેમનું સ્થાપ સદાય વર્ચસ્વ,

હું મારૂં અર્પણ કરૂં છું તને સર્વસ્વ,


હેતને હૈયામાં ધરબી પ્રીતને માણી લઈએ,

મિલનના સુખદ પ્રસંગને યાદગાર બનાવી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance