યાદ આવો છો તમે
યાદ આવો છો તમે
વાદળી ઘેરાય આભે, યાદ આવો છો તમે,
બૂંદ થઇ ફેલાય ગાલે, યાદ આવો છો તમે.
આંખ તો દરિયો બની વરસાદને ઝાંખો કરે,
દર્દ થઇ વેરાય દિલે, યાદ આવો છો તમે.
થઇ વિયોગે બ્હાવરી, સંદેશ આપુ મેઘને,
ના હવે રે'વાય વાદે, યાદ આવો છો તમે.
યાદ તારી તીર થઇને ચૂભતી અવિરત મને,
ના મિલન દેખાય પ્યારે! યાદ આવો છો તમે.
પ્રીતના સંભારણાં અણમોલ મૂડી, 'શ્રી' હવે,
આવતો રેલાય સાથે, યાદ આવો છો તમે.

