STORYMIRROR

Katariya Priyanka

Romance Others

4  

Katariya Priyanka

Romance Others

હદય પર વાર ન કર

હદય પર વાર ન કર

1 min
239

કાં તો 'હા' કર, કાં તો 'ના' કર,

અધવચ્ચે લટકતી તલવાર ન કર.


આગમનનો અંદેશો દે કે સંદેશો દે,

મિલનનો કોરો કોરો કરાર ન કર.


કાં તો પૂર્ણ પ્રકાશ દે કાં અસ્ત થા,

વાદળ પાછળ સંતાઈ સવાર ન કર.


કાં ભીંજાઈ જા કાં થઈ શકે તો કોરો રહે,

વરસાદ ન ગમવાના, ખોટા ઉચ્ચાર ન કર.


યાદોમાં તડપે છે, સ્વીકાર કાં મૌન થા,

ભૂલી ગયો છું કહી, હદય પર વાર ન કર.


પ્રેમ છે મને ! તું નામ જોડી દે કાં તરછોડી દે,

વિયોગે ઉમ્ર વહ્યા બાદ, પસ્તાવો પારાવાર ન કર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance