મને યાદ છે
મને યાદ છે
વરસતાં વરસાદની એ પહેલી રાત મને યાદ છે,
તારાઓ સંગ કરેલી મુલાકાત મને યાદ છે,
હતી ચાંદની રાત અને સંગ હતો તારાઓનો,
પૂનમની રાતે કરેલી પ્રીતની એ વાત મને યાદ છે,
વરસતાં વરસાદની એ પહેલી રાત મને યાદ છે,
હતું આપણું પહેલું મિલન ને વાત હતી ફરી મળવાની,
ધરા મળી'તી ગગનને જ્યાં, એ ક્ષિતિજ મને યાદ છે,
મેહુલિયો વરસ્યો તો મુશળધાર, તને આવતાં જોઈ,
તું પણ તો વરસી'તી ધોધમાર, એ રાત મને યાદ છે,
વરસતાં વરસાદની એ પહેલી, રાત મને યાદ છે,
કંઈ કેટલીયે રાતો વીતી, કેટકેટલાં શમણાં સેવ્યા,
શમણાં વિનાની રાતમાં, વીતેલી વાત મને યાદ છે,
પ્રેમમાં વફાદારીની ચિંતા શું, ભગવાન પણ ત્યાં ભૂલ્યો'તો,
કૃષ્ણ માટે મીરાએ સહેલો, એ વિયોગ મને યાદ છે,
વરસતાં વરસાદની એ પહેલી, રાત મને યાદ છે,
તારાઓ સંગ કરેલી, મુલાકાત મને યાદ છે.

