STORYMIRROR

Bharat Thacker

Romance

4  

Bharat Thacker

Romance

આંખોના કામણ

આંખોના કામણ

1 min
277

આંખોની ભાષાના શબ્દો, દુનિયાના શબ્દકોશની બહાર હોય છે

કેવી હોય છે આંખોની આ લડાઈ, જ્યાં આંખો પોતે જ હથિયાર હોય છે,


તારી આંખો સિવાય દુનિયાની કોઈ ચીજમાં નથી ભલીવાર

તારી આંખોમાં દુનિયાભરનો છલકતો પ્યાર હોય છે,


અમીરી ગરીબીનો કોઈ ભેદ નથી હોતો એવી છે જવાન આંખોની દુનિયા

મળે છે ચાર આંખોને, પુરી દુનિયા જાણે ગુલઝાર હોય છે,


આંખો આંખોમાં થતી રહેતી હોય છે કેટકેટલી વાતો

નશીલી આંખો જાણે અલૌકિક નશાનો દ્વાર હોય છે,


કુદરતે આપેલ આંખોની મસ્તીથી જે રહેતા હોય છે નિષ્કામ

બીજું કાંઈ એ બને કે નહીં, પ્રેમની દુનિયાના ગુનેગાર હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance