પ્રિયતમનો વિયોગ
પ્રિયતમનો વિયોગ
અષાઢી બીજ આવે ને વરસાદના થાય અમી છાંટણા,
વરસાદ આવે ને આવે પિયુ તણી યાદ.
પિયુ ગયા છે પરદેશ હું તો જોઉં એમની વાટ,
તેમની યાદમાં હું એકલી રડું અંધારી આખી રાત.
ક્યારે આવશે મિલનની ઘડી હું તો થાકી જોઈ વાટ,
આ વરસાદી વાતાવરણમાં પિયુ વિના નથી જતી મારી રાત.
કેમનો સહુ હું આ પ્રિયતમનો વિયોગ પ્રભુ,
આ વિયોગ તણી વેદનાની કોને કહું જઈને વાત.
આ વરસાદનાં મોસમમાં આવે પિયુ તમારી બહુ યાદ,
નથી સહેવાતો વિયોગ તમારો બસ મિલનની છે આશ.

