દિવાળી આવી
દિવાળી આવી
*આ મુજબ ફોર્મેટમાં આપનું બાળગીત મૂકશોજી.*
🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈
**શબ્દ વાવેતર બાલ વંદના ગ્રૂપ*
*
*નામ:-*અલકા પરમાર*
*ઉપનામ:-*મૌસમ*
*શબ્દ:-*દિવાળી, અજવાળું, દિપાવલી*
*પ્રકાર:-*પદ્ય*
*શીર્ષક:-*દિવાળી આવી*
*શબ્દ સંખ્યા:-*117*
*તારીખ:-*15/10/2014*
*રચના.......*
આવી રે ભાઈ દિવાળી આવી ઘર ઘરમાં ખુશીઓનો ખજાનો લાવી.
આસો માસની અમાસના દિને જુઓ દિવાળી આવી,
બાળકો માટે તો જાણે ખુશીઓનો ખજાનો લાવી,
આવી રે ભાઈ દિવાળી આવી ઘર ઘરમાં ખુશીઓનો ખજાનો લાવી.
ફટાકડા ફુલજડીની સાથે મસ્ત મજાની મીઠાઈ લાવી,
મામાના ઘરે દિવાળી કરવા મમ્મી તો નવી સાડી લાવી,
આવી રે ભાઈ દિવાળી આવી ઘર ઘરમાં ખુશીઓનો ખજાનો લાવી.
ઘર આંગણે રંગોળી પુરવા અવનવા એ રંગો લાવી,
ટમટમ કરતી લાઈટ સાથે ઘર આંગણે અજવાળા લાવી,
આવી રે ભાઈ દિવાળી આવી ઘર ઘરમાં ખુશીઓનો ખજાનો લાવી.
નવા કપડા મીઠાઈ સાથે હું તો મામાના ઘરે આવી,
નાના નાના ફટાકડાથી લઈને મોટા મોટા બોમ્બ ફોડવાની મજા આવી,
આવી રે ભાઈ દિવાળી આવી ઘર ઘરમાં ખુશીઓનો ખજાનો લાવી.
*હું અલકા પરમાર 'મૌસમ' બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*
*સ્પર્ધા સમાપ્તિ તારીખ :- ૨૫/૧૦/૨૦૨૪ રાત્રે દસ વાગ્યા સુધી*