નારી
નારી
*શબ્દ વાવેતર એક પરિવાર*
*ટીમ 🅰️ શ્રેષ્ઠ પદ્ય વિભાગ*
*નામ:-*અલકા પરમાર*
*ઉપનામ:-*મૌસમ*
*શબ્દ:- હવે તો જાગો (સ્પર્ધામાં આપેલ શબ્દ ઘાટા અક્ષરે લખવો.)*
*પ્રકાર:-*પિરામિડ રચના*
*શીર્ષક:-*નારી*
*શબ્દ સંખ્યા:-*60*
*તારીખ:-*26/09/2024*
*રચના.......*
હું
નારી
ઘરમાં
કે બહાર
છુ સલામત?
ક્યાં સુધી ડરુ હું?
મારે પણ જીવવું
મળશે મને રક્ષણ?
વીરા મારા *હવે તો જાગો*.
આ
નારી
અબળા
કહેવાઈ
સૌ સમાજમાં
વગોવાઈ રહી
શુ સ્ત્રી જ છે ખરાબ?
સ્ત્રી જ કેમ બદનામ?
ડરો નહી *હવે તો જાગો*
આ
મારી
ભૂલ છે
કે હું આવી
આ જુઓ દૂધ
કેવું ઉભરાય
હું ના આવી હોત તો
દૂધ બધું ઉભરાતું
ઉઠો તમે *હવે તો જાગો*
*હું અલકા પરમાર "મૌસમ" બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*
