માડીજાયો વીર
માડીજાયો વીર
1 min
12
વિષય:- ભાઈ
નાનપણથી એક જ ઘરમાં રહેતા અમે પ્યારા ભાઈ બહેન,
હસતા રમતા ભેગા ફરતા પ્યારા અમે ભાઈ બહેન.
નાની નાની વાતોમાં અમે રોજ ઝગડતા ભાઈ બહેન,
મમ્મીના વેલણનો માર ના થતો અમારા બંનેથી સહન.
ભાઈ સાથે કિટ્ટા કરીને રોજ હું રીસાતી,
એના ભાગની ચોકલેટ ખાઈને હું ખૂબ ચિડાવતી.
ભાઈ મારી ચોટલી ખેંચી મને ખૂબ રડાવતો,
આવી પાછો ભાઈ મને ચોકલેટ આપી ખૂબ હસાવતો.
લડતા ઝગડતા અમે ભાઈ બહેન થઈ ગયા હવે મોટા,
ઘર થઈ ગયા જુદા હવે યાદ કરીએ જોઈ પિયરના ફોટા.
✍️ અલકા પરમાર "મૌસમ"વડોદરા
