હું છુ ને
હું છુ ને
'દીકરી તો છે ઘરની લક્ષ્મી' તો સૌએ હંમેશા પારકી કેમ કહી? લક્ષ્મી રાખો સાચવીને તિજોરીમાં તો આ લક્ષ્મી બહાર કેમ ગઈ? પપ્પાની હતી હું લાડકવાયી હતી પપ્પાની પરી, પપ્પા તમારી યાદમાં આંખ રહે છે હંમેશા ભરી. તમારી અણધારી વિદાય અમારા કાળજા કંપાવી ગઈ, નથી રહ્યા તમે અમારી સાથે હવે તો પિયરની માયા છૂટી ગઈ. જે ઘરમાં બાળપણ વિતાવ્યું એ હવે એક સરનામું બની ગયું, પોતાના છે બધા કહીએ ભલે પણ કોઈ પોતાનું નથી રહ્યું. આ મતલબી દુનિયા સામે લડતા લડતા હવે હિંમત હારી રહી છું, એકવાર આવીને કહો કે હિંમત ના હાર જિંદગીમાં તારી સાથે *'હું છું ને'* ✍️ હું *અલકા પરમાર "મોસમ"* બાહેધરી આપું છું કે આ રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે.
