તું
તું


તું..
આમ તો કંઈ જ નથી.
બસ સમાઈ રહે છે ભીતરે.
આ દિલની ધડકન જેમજ,
જ્યાં સુધી એ ધડકે છે,
ત્યાં સુધી જાણે મૂલ્ય વિહીન.
એક નિયમાધિન !
અને જ્યાં જરાકે આમ-તેમ
થઈ જાય, ત્યાં જ એ
અમૂલ્ય અસ્તિત્વમય !
કંઈ જ નહીં છતાંયે સર્વસ્વ !
તું..
આમ તો કંઈ જ નથી.
બસ સમાઈ રહે છે ભીતરે.
આ દિલની ધડકન જેમજ,
જ્યાં સુધી એ ધડકે છે,
ત્યાં સુધી જાણે મૂલ્ય વિહીન.
એક નિયમાધિન !
અને જ્યાં જરાકે આમ-તેમ
થઈ જાય, ત્યાં જ એ
અમૂલ્ય અસ્તિત્વમય !
કંઈ જ નહીં છતાંયે સર્વસ્વ !