એમનો પ્રેમ
એમનો પ્રેમ
1 min
328
કરી ગયા એ આંખો થી એકરાર એમના પ્રેમ નો
ને એમને ભ્રમ થયો કે મને નકારી ગયા..
કહી ગયા મૌન માં એ એમના દિલ ની વાતો
ને એમને ભ્રમ થયો કે મને નકારી ગયા...
આપી ગયા વિશ્વાસ એમના પ્રેમ નો
ને એમને ભ્રમ થયો કે મને નકારી ગયા..
જતાં જતાં ભૂલ તો એમની ત્યાં થઈ
જયારે પાછળ ફરીને હળવું સ્મિત આપતા ગયા
ને એમને ભ્રમ થયો કે મને નકારી ગયા.