ગઝલ - વરસાદ વાદળ યાદો
ગઝલ - વરસાદ વાદળ યાદો
આવે ફરીથી યાદ મુજને પ્રેમનો વરસાદ એ, શાશ્વત કરે આબાદ મુજને પ્રેમનો વરસાદ એ.
જે સ્નેહના આકાશમાં વાદળ બની વરસ્યા હતા, હર પળ લગાવે સાદ મુજને પ્રેમનો વરસાદ એ.
જે બુંદમાં ભીંજાઈને લથપથ થયેલા પ્રેમમાં, વરસી કરે ફરિયાદ મુજને પ્રેમનો વરસાદ એ.
યાદોમાં ચોમાસુ છે તાજું, મેઘ જ્યાં વરસી રહ્યો,
કરતો નથી આઝાદ મુજને પ્રેમનો વરસાદ એ,
મનમાં વસ્યો ભદ્રા હજી વરસાદ પ્હેલા પ્રેમનો, કરશે હવે બરબાદ મુજને પ્રેમનો વરસાદ એ.