શમણાં
શમણાં

1 min

426
ભલે ને આપ્યા તમે મોંઘેરા દલડાં,
સંગે બાંહો ફેલાવો.. અમે આવીએ.
આંખો નચાવી તમે દીધા આમંત્રણો,
સંગે પ્રેમથી બોલાવો.. અમે આવીએ.
ચાંદો બતાવી મને કીધી છે ચાંદની,
સંગે સૂરજ દેખાડો.. અમે આવીએ.
રાતના ઉજાગરાને શમણાં ઓઢાડ્યાં,
સંગે પ્રભાત સજાવો.. અમે આવીએ.
છાના રે છપના દીધા કેટલાયે ટેકા,
સંગે નાતો બંધાવો.. અમે આવીએ.