પ્રેમ કર્યો છે મેં
પ્રેમ કર્યો છે મેં
સૂર્ય-ચંદ્નને ધરતીની સાક્ષીએ તને પ્રેમ કર્યો છે મેં,
અપાર ખુશીઓથી તારા પાલવને ભર્યો છે મેં.
જીવનભર નિભાવીશ સાથ એજ વાયદો છે મારો,
હોમીશ સઘળી બુરાઈ પ્રેમનો યજ્ઞ આદર્યો છે મેં.
રહેશે અમર પ્રેમ આપણો જગમાં લૈલા-મજનૂની જેમ,
અનોખી રીતથી દિલમાં એને જોને કંડાર્યો છે મે.
તાજમહેલ ન ચણી શકું તારા નામનો એવું નથી,
તારા વિના એક પળ ન જીવું એવો વિચાર ભંડાર્યો છે મેં.
પ્રેમી છું, દીવાનો છું, અલગારીને મદમસ્ત છું એવો,
સાથ તારો પામવા દર્દનો દરિયો પણ તર્યો છે મેં.

