STORYMIRROR

Sapana Vijapura

Romance

4  

Sapana Vijapura

Romance

જકડાઈ છું

જકડાઈ છું

1 min
279

મિથ્યા છૂટવાના પ્રયત્ન છોડી દીધા,

તારી પ્રિતની સાંકળમાં જકડાઈ છું,


હૈયાની વાત હોઠો સુધી ન આવી,

મનમાં ને મનમાં અકળાઈ છું,


તારી યાદ, તારી યાદ, તારી યાદ,

ચારે દિશાથી હું સપડાઈ છું,


ચહેરા પરથી જૂઠ ને ઓળખું છું,

એવી દુનિયામાં હું ઘડાઈ છું,


ચીંથરું કરશો તો પણ નહીં છૂટું,

એવી તમારી સાથે વણાઈ છું,



તમારા સપના મારો શણગાર છે,

તમારે શમણાથી શણગારાઈ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance