STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance Others

3  

ચૈતન્ય જોષી

Romance Others

પ્રણયની મોસમ

પ્રણયની મોસમ

1 min
176

કરાંગુલિ એકમેકમાં પરોવીએ પ્રણયની મોસમ આવી.

ઓષ્ઠ નહીં આંખથી ઉચ્ચરીએ પ્રણયની મોસમ આવી.


છોડ ચિંતા કે દુનિયા શું કહેશે એનીને થૈજા બિન્દાસ,

પરસ્પરનાં અંતરને ખોલીએ પ્રણયની મોસમ આવી.


જોને પેલી સારસ બેલડી મનમૂકીને મહોબ્બત કરતી,

આપણે એનાં જેવાં થઈએ પ્રણયની મોસમ આવી.


વસંત પણ વધાવતી આપણા સ્નેહને પ્રકૃતિ પાંગરી,

સાથે જીવવાના કોલ દઈએ પ્રણયની મોસમ આવી.


વિનસ પણ હરખી રહી બે પ્રેમીજનોને અવલોકીને,

' હું' મૂકીને હવે 'આપણે' કહીએ પ્રણયની મોસમ આવી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance