શમણું હતું
શમણું હતું
આંખો ઊઘડી તો ખબર પડી કે એ શમણું હતું,
જેવું હતું તેવું, આ હકીકતથી તો બમણું હતું.
ગુસ્સામાં રાતી એ આંખોમાં દર્દનું એક આંસુ,
ને છતાં રડતી મુસ્કાનમાં મુખડું લમણું હતું.
જડ એવી શિલાઓની તો હારમાળા હતી ત્યાં,
પણ એમાં એક મલકાતું ફૂલ નાજુક નમણું હતું.
ખબર નહિ ક્યાં પહોંચી હતી દિશાહીન 'રાહી',
અંધારપટમાં તો માત્ર બે બાજુ, ડાબું ને જમણું હતું.
એક તરફ દર્દ તો બીજી બાજુ મુસ્કાન, ને
ક્યાંક અંધકારમાં શમણું ને બસ શમણું હતું.

