મૃત્યુનું ભંવર
મૃત્યુનું ભંવર
ફૂલ મૂરઝાય ત્યાં લગી એ ફૂલ પર ભ્રમર ગણગણે
કોણ જાણે એ ફૂલ જીવન છે, ને કોણ ભ્રમર ને મૃત્યુ જાણે.
જિંદગી અને મોતના સફરમાં ઘણાં ગમગીન ફર્યા હશે,
જીવી તો એ જાણે જે જીવન ઉત્સવ સમું માણે.
તોફાનોથી ડરીને સફર તો કાયર અધૂરી મૂકે,
ખરો લડવૈયો એ જે હલ સાથે મુસીબત આણે.
' રાહી ' રાહબર તો જાણીતાં મળશે સફરે,
પણ મંજિલ સુધીનો હમરાહ મળે અજાણે.
આ તો થઈ કથા જન્મથી મરણની સફરની,
જીવનના ફૂલને મૃત્યુના ભંવરથી બચાવ્યું છે કોણે ?

