એક રાત પણ
એક રાત પણ
જોયા વગર તમને કદી,વીતી નથી એક રાત પણ,
આંખોથી આંખોમાં જ હું કરવા મથું છું વાત પણ,
આજ ખ્વાહિશ દિલમાં છે ને આજ મારા પ્રાણમાં,
સ્નેહથી ને પ્રેમથી ચાલ્યા કરે સંવાદ પણ,
કાલે ઊઠીને દુનિયા કે'શે કે તમે આ શું કર્યું,
હું તમારો હાથ ઝાલીને કહીશ આ હાથ પણ,
પણ કદી, જો ભૂલેચૂકે, હું શરત હારી જાઉં,
તો ના છૂટે અમારો સંગ ને સંગાથ પણ.

