STORYMIRROR

Mayur Rathod

Romance

3  

Mayur Rathod

Romance

તું

તું

1 min
148

બને એવું વહે મુજ શરીરમાં રક્તની જગ્યાએ તું,

બંધ થાય મુજ ધબકતું અંગ એનું કારણ બને તું,


બોલે તું સાવ ઓચિંતાની મુજ મનની અગ્નિ સળગાવે તું,

આપે મને જો જુગ-જોજનનો અપાર-અસહ્ય પ્રેમ તું,

 

નદીની ડોલતી નાવે મુજ અણધારાનો ભોમિયો બને તું,

આપે ચિંતા મુક્તિની થોડીઘણી અભિલાષા તું,


બની જાય ચંદ્રની રોશનીને મુજ જીવન ચમકાવ તું,

રાત પડતા પહેલા અને દિ' નીકળતા અગાવ મુજને ભીંજવ તું,


લાવ્યો છું હું લાગણીનો વાવણીયો તો મુજ હૈયે એને ચલાવ તું,

પાકે જો હૈયે પ્રેમનો પાક તો મન ભરી લણી આવ તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance