અટકી જાય છે.
અટકી જાય છે.
દિવસતો ગમે તેમ વીતી જાય છે,
પણ, આ સાંજ તારાં પર આવી અટકી જાય છે.
તારાં ગયાંનો ખૂબ સમય વીતી ગયો છે,
છતાંય યાદ તારાં પર આવી થંભી જાય છે.
સંબંધ તો ઘણાં સાથે છે,
પણ, તારાં વિનાં જીવનમાં એ ભાવ ખૂટી જાય છે.
અઘરાં નથી તેને સાચવવાં,
પણ, તારાં ગયાં બાદ એ સહેલાઈથી છૂટતાં જાય છે.
હાથ કયારેય નો'તો પકડયો,
છતાંય સાથ ભરપૂર આપેલો,
તો આવાં સંગાથ જ કેમ તૂટી જાય છે ?
એવું નથી કે, તારાંમાંથી બહાર આવવાં નથી મથતી,
પણ,ખબર નહીં કેમ,
એ મથામણ મારી અસફળ જ થતી જાય છે.
શોધું છું,
હું મારાં માટે એવી લાગણી,
પણ,મારી આ લાગણી છે જે બસ,
તારાં પર આવીને જ અટકી જાય છે.

