Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Purnendu Desai

Romance

3  

Purnendu Desai

Romance

હું શું કરું ?

હું શું કરું ?

1 min
356


અલ્લડ એક ઝરણાં ને બિન્દાસ્ત વહેતું જોઉં ને તારો ભૂતકાળ યાદ આવે તો હું શું કરું ?

એક સરિતા પર કોઈ વૃક્ષની ડાળ નમેલી જોઉં ને તું યાદ આવે તો હું શું કરું ?


દૂર ક્ષિતિજે, બે ઓછાયાને એક થતા જોઉ ને, વીતેલી પળો યાદ આવે તો હું શું કરું ?

દરિયાના મોજા પગ તળેથી રેતી ખસવી, મારા વિશ્વાસને ડગાવે, તો હું શું કરું ?


એક પ્યાસ, એક આશને થોડી હૂંફની શોધમાં તારી જ યાદ આવે તો હું શું કરું ?

દૂ..ર કોઈ નાદ સંભળાય ને મનોમસ્તિષ્કમાં તું છવાય તો હું શું કરું ?


લાગણીઓ મારી આમ કવિતાઓમાં, શબ્દોરૂપે ટપકે તો હું શું કરું ?

ને તને શબ્દો તો ગમે, પણ લાગણી બિલ્કુલ ન જ સ્પર્શે તો હું શું કરું ?


રસ્તાઓ 'નિપુર્ણ' બધા બંધ છે છતાં, કોઈ મનના દ્વાર પર દસ્તક દઈ જ જાય તો હું શું કરું ?

વાત એકદમ સરળ છે સમજવી તારી, છતાં તું જ એને ગૂંચવે તો હું શું કરું ?


Rate this content
Log in