સાગર સમાવવા
સાગર સમાવવા
અધરની મુસ્કાન જરૂરી છે હર હૈયા હસાવવા,
કાફી છે એક મૌન અસંખ્ય આંખોને રડાવવા.
સર્જન તો કરતા કરી નાખ્યું એ પ્રેમકવિતાનું,
પણ એનું વિસર્જન કર્યું છે જીવી બતાવવા.
આ હાથની ક્ષમતા નહીં પૂછો તો ચાલશે સાહેબ,
કારણ, એટલું સામર્થ્ય ધરી રાખ્યું છે સાગર સમાવવા.
આ દુનિયામાં ઘણા સ્વાર્થના સંબંધો બન્યા હશે,
પણ હું તો જીવું છું નિઃસ્વાર્થ સાથ નિભાવવા.
આ જન્મથી મૃત્યુની યાત્રા કંઈ નાનો સફર તો નથી,
દરેક રાહીને રાહબર જરૂરી છે જીવન વિતાવવા.

